Skip to main content

જાણો બજરંગદાસ બાપા ની જીવન કથા. સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા ની કથા

 જાણો બજરંગદાસ બાપા ની જીવન કથા. સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા ની કથા







બાપા સીતારામ

બાપા બજરંગ દાસ ની ઇતિહાસ ની જો વાત કરવા માં આવે તો બજરંગ દાસ બાપા નું મૂળ કુટુંબ રાજસ્થાન થી હતું

 મૂળ થી એ રામાનંદી સાધુ અને ભાવનગર જીલ્લા માં વર્ષોથી સ્થાયી થયા હતા.

 ભાવનગર શહેર થી 6 કિ.મી દૂર આવેલા અધેવાડા ગામ પાસે થી 1 કી.મી અંદર ઝાંઝરીયા હનુમાન દાદા ના શરણ માં પ્રાગટ્ય થયેલો. [ જન્મ થયેલો ]

 પિતા હરિદાસજી નું મૂળવતન વલ્લભીપુર પાસે  આવેલુ લાખણકા ગામ માં નિવાસ કરતા હતા. અને બજરંગદાસ બાપાનું મોસાળ બુધેલ પાસે માલપર ગામ હતું.

 તેમના માતા શિવકુંવર બા ત્યારે લાખણકા થી પિયર માલપર આવી રહ્યા હતા ત્યારે તે સમયે કાચા રસ્તાઓ હતા. અને વાહનો ની સગવડો ન હતી. ત્યારે અધેવાડા ગામ પાસે સ્મશાન ની ઝૂંપડી પાસે વિસામો ખાવા બેઠા હતા.

 એ સમયે નદીની આસપાસ બે ત્રણ બેહનો કપડાં ધોતી હતી.

તેઓ માતા ની પાસે આવ્યા. જે એક બહેન ને [ દુધીબહેન ] બોલાવી લાવ્યા અને અને માતાજી ને ગામ ની અંદર આવવા જણાવ્યુ એ સમયે માતાજી એ ગામ માં આવવાની ના પાડી માતાજી એ

 ઝાંઝરીયા હનુમાન તરફ લઇ જવા માટે કહ્યું માતા એ હનુમાન દાદા ને પ્રણામ કર્યા  અને હનુમાન મંદિર ની ઓરડી મા વિસામો ખાવા બેઠા ત્યારે માતાજી ને પ્રસવ પીડા થવા લાગી ત્યારે તે સમયે આરતી નો સમય હતો

. અને તે વખતે નગારા અને ઝાલરો ના આવાજ સાંભળવા લાગ્યા. આજથી આશરે 111 વર્ષ પહેલા ઈ.સ 1962 આસો વદ ચૌદશ [ કાલી ચૌદશ ] તારીખ 16-10-1906 મંગળવાર ના રોજ

માતા શિવકુંવર બાની કુખે બાળક નો જન્મ થયો અને બાપા નું નામ ભક્તિરામ રાખવામાં આવ્યુ. ગામ ની બહેનો એ શિવકુંવર બા ની ખુબ સેવા કરી થોડાજ દિવસો માં

 શિવકુંવર બા પિયર માલપર જવા રવાના થઈ ગયા.

 બાપાશ્રી ના પ્રાગટ્ય અગાવ થોડાક દિવસો માટે માતાજી આ ગામ માં આવ્યા અને પ્રાગટ્ય થયા પછી ત્યાંથી વિદાય લીધી તેથી ગામ લોકો ને એવુ લાગ્યું કે થોડા જ દિવસો માં આમ ચાલ્યા જનાર આ બાળક કોણ હશે...?



..હનુમાનજી મહારાજ ખુદ પધાર્યા હશે......

આ ભક્તિરામ [ બાપા ] માલપર થી લાખણકા આવિયા ત્યારે બાલ્યાવસ્થા હતી. રામાનંદી સાધુ હોવાના કારણે ભક્તિરામ [ બાપા ] ના મન માં માતા-પિતા ના સંસ્કાર હતા. બાપા ને

  નાનપણ થી જ ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હતો. અને સાથે ખુબજ પ્રભુભક્તિ હતી.

બાપા જયારે બાળપણ માં હતા. તે સમય ની વાત છે કે ભક્તિરામ [ બાપા ] એક દિવસ મોડે સુધી સુધી સુઈ રહ્યા હતા ત્યારે માતા-પિતા જગાડવા આવ્યા તો તેની સાથે એક નાગદાદા સુતા હતા.

જાણે ભક્તિરામ [ બાપા ] ના મિત્ર હોઈ તેમ તેની સાથે રમી રહ્યા હતા. આ જોઈ માતા-પિતા ને એવું લાગ્યું કે ભક્તિરામ [ બાપા ] કોઈ ભગવાન ના અવતાર હોઈ.?

ભક્તિરામ [ બાપા ] એ ગુજરાતી માધ્યમ માં બે ધોરણ ધુડી નિશાળ લાખણકા ગામે અભ્યાસ કર્યો હતો. ભક્તિરામ [ બાપા ] ના બાલ્યાવસ્થા માં

તેમના પિતાશ્રી નું અવસાન થતા અને 10 વર્ષ ની ઉંમરે ભક્તિ માં મન લગતા સામાજિક જીવન નો ત્યાગ કર્યો હતો. બાપા વિચરણ  કરતા -કરતા વલસાડ બાજુ આવ્યા વલસાડ માં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા

 હતા

 ત્યાંથી સીતારામદાસ બાપુ ખાખ ચોકવાળા ની જમાત સાથે. વલસાડ થી ઈ:સ 1915 માં આશરે 10 વર્ષ ની ઉંમરે તેઓ જોડાઈ ગયા અને જમાત સાથે અયોધ્યા પહોંચ્યા  અને ભક્તિરામ[ બાપા ] ની મુલાકાત તેમના

 ગુરુ મહંત પૂ.શ્રી સીતારામદાસ બાપુ. પંચ તેરા ભાઈ ત્યાગી ખાલસા સંપ્રદાય. રતનપટ્ટી મૂંડેરા આશ્રમ. અયોધ્યા. ઉત્તરપ્રદેશ. સીતારામ બાપુ સાથે થઈ અને તેમના શિષ્ય બન્યા અને

 ગુરુ સીતારામબાપુ પાસે થી દીક્ષા લીધી. હોવાથી આપણે '' બાપા સીતારામ '' તરીકે જાણીએ છીએ.....

જયારે બાપા દીક્ષા લેવા ગયા ત્યારે તેમના ગુરુ સીતારામબાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિ માં લિન થઈ ગયા. હતા ,પરમ તત્વ અને યોગ સિદ્ધિ નો અહેસાસ કરવા

 ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ ની સીમા પર બુંદેલખંડ.જંગલ વિસ્તાર, મંદાકિની નદી , ચિત્રકૂટ પર્વતમાળા ઓ પર તપ કરી યોગસિદ્ધિ ,ત્રિકાળદર્શી, સંહજષ્ટાંગયોગ આશરે 28 વર્ષ ની ઉંમરે પરમ

 તત્વઅને યોગસિદ્ધિ ને જાગ્રત કરી ગુરુ ને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ સીતારામબાપુ ભક્તિરામ [ બાપા ] ની ઓળખી ગયા

. અને કહ્યું કે '' સત્યમાં ગુરુ તો આપ જ છો '' તો મારે તમને કંઈક આપવું જોઈએ ત્યારે તેમની પાસે  થી બાપા સીતારામે કહ્યું કે એવુ કંઈક  આપો કે જેનાથી મારે હંમેશા ભગવાન શ્રી રામ નું રટણ થયા કરે

 ત્યારે તેમને ગુરુ સીતારામ બાપુ એ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ '' બજરંગી '' તમે હવે દુનિયા માં ફરો અને દુખિયારા ની સેવા કરો જેથી દુનિયા તમને બજરંગીદાસ તરીકે ઓળખશે.

 બજરંગદાસ બાપા હંમેશા લોકો ને ભગવાન શ્રી રામ નું નામ અને હનુમાનજી નું નામ રટણ કરવાની સલાહ આપતા. અને જમાત નાસિક ના કુંભમેળા માં જઈ રહી હતી. જંગલ માંથી પસાર થતા

 બાપા શ્રી એક બાવળ ના ઝાડ નીચે બેસી ગયા. અને સીતારામ-સીતારામ નો જાપ કરવા લાગ્યા. આ સમયે જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલ માંથી આગળ વધી રહી હતી. તે જમાત ની સામે આઠ-દસ વાઘો નું ટોળું આવ્યું આ ટોળા ને જોઈ હાથી પણ અટકી ગયો આ સમયે સીતારામદાસ બાપુ એ બજરંગદાસ ને બોલાવવા કહ્યું બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા અને વાઘ ના ટોળા  ની વરચે ઉભા રહી ને નૃસિંહ પરમાત્મા ની સ્તુતિ કરી અને એ વાઘો નું ટોળુ ત્યાંથી શાંત ચિત્તે ચાલ્યું ગયું આ રીતે સીતારામદાસ બાપા ની જમાત ને બચાવી લીધી ત્યારબાદ બાપાશ્રી કુંભમેળા ના દર્શન કરી આગળ વધ્યા. ઉત્તરપ્રદેશ તેમના કેટલાય કાલ્પનિક પ્રસિધ્ધ પરચા છે. એક વાર જયારે બાપા બજરંગદાસ ઉનાળા ના સમય માં મુંબઈ માં સાધુ ની જમાત જોડે હતી. ત્યારે સાધુ ની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યાં પીવાના પાણી ની ખુબ અછત હતી. ગુરુજી એ બાપા ને પાણી ની વ્યવસ્થા કરવા નું કહ્યું. ગુરુજી ની આજ્ઞા માની ને બજરંગદાસ દરિયા કીનારે આવ્યા ત્યાં બાપાને અનેક ભક્તો નો પરિચય થયો હતો તે સમયે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડી માં ત્યાંથી નીકળ્યો અને એ સમયે બાપા ને રસ્તા માં બીજા ભક્તો સાથે પાણી ની ડોલો ભરી ને એકજ જગ્યા એ ભેગું કરતા હતા. આ જોઈ બાપા ની ભક્તિ અને સેવા વિષે ખરાબ બોલવા લાગ્યો અને સાથે કહ્યું કે જો '' તને ખરેખર સંત હો તો ચમત્કાર બતાઓ ''આથી બાપા એજ જગ્યા એ પલાઠી વાળી ને બેસી ગયા. અને ખાડો ખોદવા લાગ્યા  અને ખારા સમુદ્ર માં વીરડો ખોદી ને મીઠુ જળ કાઢયુ અને બધા ને મીંઢુ પાણી પાય ને તરસ છીપાવી આ ચમત્કાર જોઈ ગોરો અમલદાર બાપા બજરંગદાસ ના ચરણ માં પડી ગયો.બાપા એક વાક્ય જરૂર બોલતા '' જેવી મારા વ્હલા ની મરજી''  જયારે બાપા એ હિમાલય તરફી યાત્રા ધામો ફર્યા ત્યારે બાપા ની ઉમર માત્ર 30 વર્ષ ની હતી. ઔરંગાબાદ માં બાપા એ પરચો પૂરેલો એક બાળક ને તેના ઘર ની અગાસી પરથી નીચે પડતા બાપા એ તેને તેડી ને બચાવી  લીધેલો. બજરંગદાસ બાપા ત્યાંથી આગળ વેજલપુર અને સુરત પધાર્યા સુરત માં લક્ષ્મી મંદિર માં રોકાણા હતા.તેઓ રોજ અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા બાપાશ્રી રેલ્વે સ્ટેશન ની બાજુમાં એક માળી ની દુકાને થી ગુલાબ નું ફૂલ ખરીદતા બાપાશ્રી આ ફુલ લઇ ને ઘોડા ગાડી માં બેસી ને અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા ત્યાં હોડી મા બેસી ગુલાબ નું ફૂલ લઇ લગભગ કલાક-દોઢ કલાક તાપી નદી માં નૌકા વિહાર કરતા. નૌકા વિહાર દરમિયાન ગુલાબ નું ફૂલ આકાશ માં ઉડાડતા. આ રીતે ગુલાબ નું ફૂલ અશ્વિનીકુમાર ને ચડાવતા હતા. આ અશ્વિનીકુમાર એ દેવો ના વૈદ્ય ગણાય છે.ત્યાર બાદ બાપાશ્રી ધોલેરા મા આશરે એક વર્ષ સુધી રહ્યાં બાદ બાપાશ્રી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું ત્યાંથી બાપા ફરતા ફરતા વલ્લભીપુર આવ્યા ત્યાંથી ઢસા આવ્યા ત્યાંથી ભાવનગર વાળુકડ [ બાઇનું ] રણજીત હનુમાનજી ની જગ્યા માં પાંચ વર્ષ રહ્યા.. ત્યાર બાદ ભાવનગર,પાલીતાણા,પીથલપુર,જેસર વગેરે જગ્યાઓ એ ફરતા અને સેવા કરતા કાલમોદર પહોંચ્યા અહીં તેમને સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા ત્યાર પછી બાપાશ્રી બગદાણા આવ્યા અને અહીં સ્થાયી થયા.

બાપા બજરંગદાસ બગદાણા પધાર્યા આશરે ઈ:સ 1941-42 માં આશરે 41વર્ષ ની ઉંમરે બાપા એ બગદાણા ગામ માં ત્રિવેણી સંગમ જોયો. બગદાણા ગામ બગડૅશ્વેર મહાદેવ અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણા માં રહ્યા. બગદાણા માં જૂની પોલીસ લાઈન સામે પોતાનું આસાન જમાવ્યું. બાપાશ્રી ધોયા વિનાની માદરપાટ ની બંડી પહેરતા. બાપાશ્રી ને નાહવા-ધોવા કે દાતણ-પાણી માટે પૂજા-પાઠ  માટેના કોઈ નિયમ કે વ્રત ન હતા. બાપાશ્રી બાકડા પર પોતાનું આસાન જમાવી ને પાણી નું એક માટલું અને ગ્લાસ લઇ ને બેસતા. બાજુમાં ધૂણી ધખાવતા. આ રીતે બાપા લહેર કરતા .બાપા ઘણીવાર બગદાણા થી ભાવનગર પણ પધારતા.

બજરંગદાસ બાપા એ મહુઆ તાલુકા માં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું . ત્યાં બગદેશ્વર  મહાદેવ ની  પ્રાણ પ્રતિષ્ઠા કરાવી.

શરૂઆત માં તેમને બગડ નદી ના  કિનારે બગદેશ્વર મંદિર માં નિવાસ રાખ્યો હતો . આ પછી ગામ માં આવેલ હનુમાનજી ની જગ્યા માં સતત બાર વર્ષ સુધી તપ કર્યું હતું . શ્રી બજરંગદાસ બાપા એ બગડ  નદી ના કિનારે બગદેશ્વર મહાદેવ   મંદિર પાસે ઇ:સ . 1959 માં આશ્રમ સ્થાપેલ ,ઇ:સ 1961 માં તેમને સદાવ્રત ચાલુ કર્યું હતું. બજરંગદાસ બાપા આધ્યાત્મિક અને  સાચા દેશ પ્રેમી હતા .

તેમને ઇસ 1961 માં  વિનોબા ભાવે ના ભૂદાન યજ્ઞ માં 6  વીઘા જમીન દાન આપી હતી . ઇસ 1962 ના ચીન સાથે ના યુદ્ધ વખતે તેમના આશ્રમ ની હરાજી કરી આવેલ રકમ વડાપ્રધાન ભંડોળ માં દાન કર્યું હતું. ઇસ 1965 માં ભારત પાકિસ્તાન  યુદ્ધ ના સમય માં બાપા શ્રી એ આશ્રમની હરાજી કરી અને આવેલ રકમ વડાપ્રધાન ભંડોળ માં દાન આપીને દેશ ની સેના ને  ફાળો આપેલો . અને ત્રીજી વખત ઇસ 1971 માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે રૂપિયા 30000/- રૂપિયા નું  દાન આપવા ખુદ બાપા ભાવનગર કલેક્ટર ને દાન આપવા ગયા હતા . અને કહ્યું કે "ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી " અને કહ્યું કે મારાથી અપાય તેટલી સહાય મારા દેશ ને આપું છું . શ્રી બજરંગદાસ બાપા વારંવાર સીતારામ બોલતા હોવાથી તેઓ બાપા સીતારામ તરીકે  જગવિખ્યાત થયા . મહાનદેશપ્રેમી અને સંત શિરોમણી  અને રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા .




બાપા બગદાણા માં આવ્યા પછી બગદાણા ધામ માં અનેક ચમત્કારો થયા છે .

વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર નો બાપા ને ખુબ ઉમંગ હતો . વૃક્ષો ના ઉછેર માટે બહેનો ની સેવા લેતા જોઈ એક શ્રેષ્ઠી એ તેમને પૂછ્યું કે અહીં કૂવો છે ,મશીન છે પછી આ છોકરીયો પાસે કેમ પાણી પીવડાવો છો ? કુવા ચલાવવા માં ક્રૂડ વપરાય , ક્રૂડ ના પૈસા પરદેશ જાય પણ કામ કરવાથી 25-30 ગરીબ છોકરીયો ને ઘર ચલાવવા માં થોડા પૈસા ની મદદ મળી જાય . જેથી  હું તેમને બગીચા નું તમામ કામ આપુ છું . બાપા એ મર્મસ્પર્શી જવાબ આપ્યો . અહીં બાપા માં આપણને એક ગ્રામીણ અર્થશાસ્ત્રી એક પ્રબુદ્ય સમાજ ચિંતક ના દર્શન થાય છે .મેલી ઘેલી બંડી , ગોદડી અને એક લાકડા ની  પાટ સાવ ગાર થી લીપેલી નાની  મઢુલી માં રહી ને લાખો લોકો માં અનોખી ભક્તિ જગાડનાર  બગદાણા ના સંત શ્રી બજરંગદાસ બાપા ને સૌ જાણે છે . આજે તો કેવળ સૌરાષ્ટ્ર નહિ પરંતુ સમગ્ર ગુજરાત માં અને દેશ વિદેશ માં બાપા સીતારામ ના નામ ની આહલેક વર્તાય રહી છે .

બજરંગદાસબાપા એ મહુવા તાલુકા માં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું . ત્યાં બગદેશ્વર મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠાએ કરાવી આ આશ્રમે દર વર્ષે ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ ખુબ ધામધૂમ પૂર્વક ઉજવાય છે. દર માસ ની પૂનમે લોકો પૂનમ ભરવા અહીં દર્શને પધારે છે . બાપા ને ભગવાન રામ માં અપાર શ્રદ્ધા હતી . તેથી તો તેઓ સીતારામ સીતારામ નો જાપ જ્પ્યા કરતા હતા .ગામ માં સતત ભક્તો નો અવિરત પ્રવાહ ચાલુ રહેતા તે જગ્યા એ વધુ ભીડ થતા ગામ ની બહાર હેડમતાણુ નદી ની નજીક ખુલ્લી જગ્યા માં આશ્રમ સ્થાપ્યો . આશ્રમ ની વિધિવત સ્થાપના 1958 માં કરવામાં આવી હતી . જયારે અન્નક્ષેત્ર 1961 માં 23 ફેબ્રુઆરીએ શરુ કરવામાં આવ્યું હતું . તે સમયે બજરંગદાસ બાપા એ શરુ કરેલો આ સેવાકાર્ય આજે વટવૃક્ષ બનીને લખો શ્રદ્ધાળુઓ ને ભક્તિ અને સેવા નું અનુપમ ઉધાહ્રણ પૂરું પાડી રહેલું છે . એક વખત ઢસા ગુરુ પૂર્ણિમા ઉજવવા થોડા માણસો સાથે મોટર માં ભાવનગર થી નીકળ્યા રંઘોળી નદી માં ભારે પૂર આવ્યુ બધા વાહનો રોડ કાંઠે ઉભી રહી ગયેલા બાપા એ ડ્રાઈવર ને કહી દીધું કે સીતારામ બોલી ને ગાડી જવા દે. અને ગાડી નીકળી ગઈ આગળ લીમડા રોડ પર ચીકણી માટી માંથી પણ ગાડી નિર્વિઘ્ને પસાર થઈ ગઈ. આવા કેટલાક પ્રસંગો તેમના જીવન સાથે જોડાયેલા છે.

જમણવાર માં માણસો વધારે આવી જાય અને રસોઈ ઘટે તેવું લાગે ત્યારે ભંડાર પર સીતારામ ના નાદ સાથે અમીદ્રષ્ટિ કરતા હજારો માણસો જમી શકે. અને આ કોઈ ચમત્કાર નથી પણ સાધના ના પરિપાક રૂપે પ્રગટેલા સહજ લબધીનું પરિણામ અને તેમની અધ્યાત્મ વિદ્યા અને યોગ શક્તિ ના સ્ત્રોત છે. 1957 માં ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ ભવ્ય રીતે બગદાણામાં ઉજવીયો સીતારામ

બાપા ના બગદાણા આશ્રમ માં ભક્તો ની ભીડ બાપા ના ચમત્કારો અને પરચા ના કારણે ખુબ. જેમાં બાપા ના આશ્રમ માં ભાલ પંથક ના એક માલધારી ભક્ત પોતાને કેન્સર નો રોગ થયો હતો. જે અનેક ડૉક્ટર ની દવા અને સારવાર કરાવ્યા બાદ પણ મટે તેમ ન હતો. આ કારણે ડોક્ટરો એ ઉંચા હાથ કરી લીધા હતા. આવા સમયે લોકો એ બાપાના આશ્રમે જવાનુ કહ્યું.અને પોતાનું દુઃખ બતાવવાનું કહ્યું હતું. અને આ સમયે વ્યક્તિ અનેક સમસ્યા રોગ છતા બગદાણા આવ્યા. અને બાપા ને વાત કરી. બાપા એ પોતાના આશ્રમ ની ખીચડી આ ભક્ત ને ખાવા આપી પરંતુ ડૉક્ટર એ આ વ્યક્તિ ને માત્ર અમુક પ્રકારનો ખોરાક અને એ માત્ર પ્રવાહી લેવાની સલાહ આપેલી તેથી તે આ ખીચડી ખાઈ શકે તેમ પણ ન હતા તેથી તે વાત બાપાને કરી ત્યારે બાપાએ કહ્યું હતુ કે મારા આશ્રમ માં આવેલો કોઈ ખાધા વગર કે ભૂખ્યો જાય તે કેવી રીતે ચાલે? અને તેને આ ખીચડી ખાઈ ને જવાનું કહ્યું તેથી તે ભક્ત આ ખીચડી ખાવા લાગ્યા અને તેનાથી ખીચડી પણ ખવાઈ ગઈ અને તેને કેન્સર માં પણ ખુબ જ મોટી રાહત થઈ છે.આ પછી તો આ વ્યક્તિ ઘણીવખત બગદાણા આવ્યા અને ઘણા વર્ષ સુધી જીવ્યા.આવો  છે બાપા નો ચમત્કાર.



સમય આગળ વધતો ગયો અને બાપા નો બગદાણા માં ચમત્કાર અને પરચા ઓની સાથે ભક્તો ની ભીડ અને દર્શનાર્થીઓ ની સંખ્યા માં ખુબ વધારો થયા લાગ્યો હતો અને બાપા બજરંગદાસ ની કૃપા ની કોઈ સીમા નથી.....

એકવાર બાપા બીમાર પડયા પેટ મા અસહ્ય પીડા વિચાર આવતો કે અને આટલી પીડા છે. ને મારી આ માંદગી બીજા ને પણ પીડાશે...તેના કરતા ભાવનગર ની ખાડી માં જઈ ડૂબી મરવું સારું. આવું નક્કી કરી ને નીકળી પડયા રસ્તા માં સોનગઢમાં જૈન મુનિ નો આશ્રમ આવ્યો એમાં ઉતારો કર્યો. મુનિ એ પૂછ્યું કે પીડા છે? જેનું જીવન સરળતા ના સૌંદર્ય થી મઢાયેલ છે  તેવા બાપા એ બધીજ વાત કરી મુનિ કહે માત્ર પાંચ દિવસ રોકાય જાવ. ને જૈન મુનિ એ દવા કરી. ખોરાક માં માત્ર પ્રવાહી આપ્યું છઠ્ઠા  દિવસે બાપા એ અંતેવાસી ને કહ્યું કે હવે મરવા જવું પડે તેમ નથી. આ જૈન મુનિ એ જીવન દાન આપ્યું તે રાત્રે હનુમાનજી ના સાક્ષાત દર્શન થયા. બજરંગદાસ ના નામ ધારણ કર્યું સીતારામ ના જાપ ને સેવા,ભાવ ને ચરિતાર્થ કરવા લાગ્યા. 09-01-1977 પોષ વદ ચોથ ને રવિવાર બ્રહ્મ પહર માં વહેલીસવારે ચાર વાગ્યે સેવકો ને બોલાવિયા ધૂણી ચેતાવી ધૂણી ને ત્રણ વખત નમન કરી ને ઉત્તર દિશામાં મસ્તક રાખી ને સુતા સીતારામ ના જાપ શરુ કરાવ્યા. જાપ જપતા - જપતા 5:25 કલાકે આશ્રમ ની મઢુલી માં બ્રમ્હલીન થઈ ગયા. કાયમ માટે બાપાએ બગદાણા ધામ માંથી વિદાય લીધી હતી. તે દિવસે મઢુલી બાપા વિના સુની થઈ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ બગડનદી ના નીર અને કલરવ શાંત થઈ ગયો હતો. લોકવાયકા છે કે બાપા જયારે બ્રમ્હલીન થયા ત્યારે ધરતી પર અમૃત વર્ષા થઈ હતી.

બાપા ના આગમન થી બગદાણા ગામ નું નામ આખી દુનિયા માં પ્રખ્યાત છે. ગુજરાત માં ગુંજતુ નામ એટલે બાપા સીતારામ નું બગદાણા ધામ.

ગોહિલવાડ ના સંતો માં જેનું મોટું નામ છે.તેવા બજરંગદાસ બાપા નો આશ્રમ બગદાણા માં આવેલો છે. બજરંગદાસ બાપા ની ભક્તિ માં લોકો એટલા તલ્લીન થયેલા છે. સૌરાષ્ટ્ર નું એક ગામ એવું નહી હોઈ કે જ્યાં બજરંગદાસ બાપા ની મઢુલી ન હોઈ. લોકો બાપા સીતારામ ના નામ થી પણ ઓળખે છે.

સૌરાષ્ટ્ર માં લાખો લોકો ને તેમના પ્રત્યે અપાર શ્રધ્ધા હતી પરંતુ તેમને એવો ક્યારેય દાવો નોહતો કર્યો કે તેઓ ચમત્કારી સંત છે. બજરંગદાસ બાપા લોકો ને હંમેશા કહેતા કે ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાનજી પર શ્રધ્ધા રાખો. તેમને કોઈ વ્યક્તિ ને ક્યારેય દીક્ષા આપી નથી કે કંઠી પહેરાવી નથી આમ છતા પણ આજે કરોડો ની સંખ્યા મા લોકો '' બાપા સીતારામ '' કહેતા ભક્તિ નો અનોખો ભાવ અનુભવે છે.

આજે તો ગુજરાત ના ખૂણે-ખૂણે બાપા સીતારામ ની મઢુલી અને સેવાક્ષેત્ર ખુલેલા છે. સામાન્ય માનવીમાં આસ્થા નો દીવો પ્રગટાવનાર બજરંગદાસ બાપા એ શરુ કરેલ અન્નક્ષેત્ર નું કાર્ય અટક્યું નથી પરંતુ વધુ વેગવાન બન્યું છે..

આજે તો સામાન્ય દિવસો માં પણ બગદાણા માં શ્રધ્ધાળુઓ ની દર્શન માટે મોટી ભીડ જોવા મળતી હોઈ છે. દર મહિનાની પૂનમે મેળા જેવું વાતાવરણ બને છે. પોષ વદ ચોથ ના રોજ અહીં મોટો મેળો ભરાય છે. જેમાં ગુજરાત ના ખૂણે-ખૂણે થી લોકો આવતા રહે છે. બાપા બજરંગદાસ એ ચાલુ કરેલ અન્નક્ષેત્ર અને સેવા કાર્ય આજે વટવૃક્ષ બની ને લાખો શ્રદ્ધાળુ ઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરુ પડે છે. બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા-મોટા ઉત્સવ ઉજવાય છે. એક ગુરુ પૂર્ણિમા ના દિવસે લાખો ની સંખ્યા માં લોકો મેળા માં આવે છે. જયારે બીજી એક તિથિ બાપા ની પૂર્ણતિથી ના દિવસે બગદાણા ધામ માં ખુબ ધામ-ધૂમ થી ઉત્સવ ઉજવાય છે.

બગદાણા આશ્રમ મહુવા થી 32 કિમી. ભાવનગર થી 79 કિમી  અને અમદાવાદ થી 250 કિમી દૂર છે. બગદાણા જવા માટે અમદાવાદ,સુરત,ભાવનગર,રાજકોટ જેવા ગુજરાત માં મોટા શહેરો માંથી થી સીધી બસ સેવા મળી રહે છે, અહીં નું નજીક નું રેલ્વે સ્ટેશન 40 કિમી દૂર પાલીતાણા છે.અને નજીક નું એરપોર્ટ 80 કિમી દૂર ભાવનગર છે.

બગદાણા ની નજીક મંદિરો ની વાત કરીએ તો પાલીતાણા જૈન દેરાસરો 41 કિમી છે, રાજપરા ખોડિયાર મંદિર 74 કિમી, સાળીંગપુર હનુમાનજી મંદિર 132 કિમી દૂર આવેલા છે

બગદાણા માં રહેવા ની વાત કરીએ તો રહેવા ની સુવિધા માટે બે ધર્મશાળા છે.જેમાં 100 રૂમ છે.રહેવાની કોઈ ફી લેવા માં આવતી નથી.અને જમવા માટે ભોજનાલય છે જે 24 કલાક ચાલુ રહે છે.

હાલ બગદાણા આશ્રમ નો વહીવટ મનજીબાપા ની દેખરેખ નીચે ચાલી રહ્યો છે તેઓ બાપા બજરંગદાસ ના પરમ શિષ્ય છે. હાલ માં પણ કોઈ પ્રસાદી ગ્રહણ કર્યા વગર પાછું આવતું નથી.

બાપા બજરંગદાસ બાપા ની મુળ જીવન-કથા, બાપા ની  કૃપા અને ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી હનુમાનજી દાદા ની અસીમ કૃપા અહીં વર્ણન કર્યું છે બાપા ના જીવન પ્રસંગ અને દુખિયારા ના બેલી એવા બાપા સીતારામ ને અમારા કોટી-કોટી નમન.............. સીતારામ...........સીતારામ ..............સીતારામ ............

 

 

આવી અવનવી ભક્તિ અને ભક્તો નો રસપાન કરવા અમારી post ને share કરો અને like અને comment કરવા નું ભૂલતા નહિ ....

 

 

નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકો ની જાણકારી માટે અહીં રજુ કરવા માં આવ્યુ છે.

 

 

 

 

 


Comments

Popular posts from this blog

શું છે મહાભારત નો ઇતિહાસ ? કર્મ અને જીવન ની લીલા । જાણવા માટે અહીં ક્લિક કરો

  મહાભારત એટલે શું ?? મહાભારત એટલે ભારતવર્ષ ના સર્વે પ્રાંતોના કવિ પુરાણી કીર્તનકાર વગેરે પોતાના કાવ્ય કથા અને કીર્તન રસપૂર્વક કરતા આવ્યા છે .  તે એક એવો ગ્રંથ છે કે જે હિમાલય થી કન્યાકુમારી સુધી અને સિંધૂ થી તે બ્રહ્મપુત્રા  સુધી ના પ્રાચીનકાળ ના છપ્પને દેશો માં અબાલવૃધ્ધ -સર્વ  કોઈ ને એક સરખો પ્રિય થયેલો છે.  રાષ્ટ્ર ના લોકો ના વ્યવહાર માં રોજ રોજ જે અનેક પ્રકાર ના પ્રસંગો ઉભા થયા કરે છે અને જે જે સંકટોમાંથી પાર પડવું પડે  છે  અને જીવન માં વિઘ્નો અને સુખ દુ:ખો નો અનુભવ કરવો પડે છે તેનું નિવારણ મહાભારત ગ્રંથ માં જોવા મળે છે.  એટલું જ નહિ અસંખ્ય પ્રસંગો માં મનુષ્ય માત્ર માં કેવું વર્તન રાખવું જેથી લોક પરલોક માં તેનું કલ્યાણ થાય તેનું વર્ણન મહાભારત ગ્રંથ માં જોવા મળે છે.  અનેક મહત્ત્વોના પ્રશ્નોના ઉકેલ ભગવાન વેદવ્યાસે પોતાની સાહજિક અને સરળભાષામાં પ્રસાદિક વાણી માં અને નાનું બાળક પણ સમજી શકે એવા રૂપ માં અત્યંત સુંદર અને માર્મિક રીતે આપ્યો છે ... ક્રમશઃ ...... આવી અનનવી જાણકારી અને ઇતિહાસ ની માહિતી માટે અમારા પેજ ને like કરો અને share કરો ,,, અન...

શું છે મહાભારત નો ઇતિહાસ ? પાર્ટ 2 આ કથા તમે ક્યાંય નહિ સાંભળી હોય

 શું છે મહાભારત નો ઇતિહાસ ? પાર્ટ 2 આ કથા તમે ક્યાંય નહિ સાંભળી  હોય  ભગવાન વેદવ્યાસ ની વાણી કાવ્યદ્રષ્ટિ એ તો રસભરી છે જ પરંતુ તેની સાથે એ વાણીરૂપી કુંદન માં જે હીરા જડેલા છે તે પણ તેજસ્વિતાદિ ગુણો  માં કઈ જેવા તેવા નથી  મહાભારત સેતુબંધ રામેશ્વર થી હિમાલય સુધી સૌને માટે એકસરખો જ પ્રમાણભૂત કેમ મનાય છે ? તો તેનું કારણ એ છે કે પાંડવો નો કાળ એ ભારતવર્ષ નો ભાગ્યોદય નો કાળ હતો ભરતખંડ ના બહાર ના રાષ્ટ્રો માં ભારતવર્ષે ને અગ્રસ્થાન મળેલું હતું .... ઇતિહાસ કિંવા , તત્વજ્ઞાન તરીકે પ્રાચીન શાસ્ત્રીય પરિભાષા મુજબ ધર્મ , અર્થ , કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ નું જ્ઞાન પ્રાપ્ત આપણે મહાભારત ગ્રંથ માંથી મળે છે ..... ભારત ભૂમિ માં ચારેય તરફ હિન્દૂસમાજ આર્યસમાજ માં ફેલાયેલો છે આજ થી વર્ષો પૂર્વે ધર્મ નીતિ અને વ્યવહાર માં તથા રાજનીતિ શીખવવામાં પણ મહાભારત ગ્રંથ ઉત્તમ કારણભૂત થયેલો છે  બારમી  સદી   ના અરસા માં જે ધર્મ જાગૃતિ થયેલી તેમાં મહાભારત માની જ કથાઓ ઐતિહાસિક હકીકતો ના રૂપ માં છોકરા ને ભણાવતા હતા પણ સમય નું ચક્ર બદલી   આજ ના યુગ માં માનવ આપ...

જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા ...શું છે તેનો મહિમા

જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા ...શું છે તેનો મહિમા          ભગવાન દત્તાત્રેય મહર્ષિ અત્રિ અને તેની સહધર્મિણી અનસૂયા માતા ના પુત્ર હતા . મહર્ષિ અત્રિ  નું સપ્તઋષિ માં સ્થાન છે . અને અને માતા અનસૂયા સતીત્વ ના રૂપ માં વિધ્યમાન છે .   ભગવાન દત્તાત્રેય ને બે ભાઈ હતા ઋષિ દુર્વાસા અને ચંદ્રમા   પૌરાણિક ઇતિહાસ માં પવિત્ર અને પતિવ્રતા માં દેવી અનસૂયા અને તેના પતિ મહર્ષિ અત્રિ નું મુખ્ય સ્થાન છે .  પૌરાણિક કથા અનુસાર એક સમય એ માતા અનુસૂયા ને ઈચ્છા થાય કે તેના ઘરે બ્રહ્મા.વિષ્ણુ.અને મહેશ જેવા પુત્ર ની પ્રાપ્તિ થાય તે માટે તેને કઠોર તપ કરવા માંડીયું આ જોઈ ત્રણેય દેવી સરસ્વતી. દેવી લક્ષ્મી , દેવી પાર્વતી ની ચિંત્તા મા  વધારો થયો [ કારણ કે ભગવાન બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ જેવું સંસાર માં બીજું કોઈ છે જ નહીં ] આથી દેવીઓ ચિંત્તા માં મુકાણી ત્યાર બાદ દેવીઓ એ ત્રણેય દેવ ને પ્રાથના કરીકે તમે ત્રિદેવ ભૂલોક માં જાવ અને પવિત્ર અને પતિવ્રતા દેવી અનસૂયા ની આપ ત્રિદેવ પરીક્ષા કરો .  આ વાત માની ત્રિદેવ પૃથ્વી લોક પર પધારિયા પછી ત્રિદેવો એ સન્યાસી...