જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા ...શું છે તેનો મહિમા ભગવાન દત્તાત્રેય મહર્ષિ અત્રિ અને તેની સહધર્મિણી અનસૂયા માતા ના પુત્ર હતા . મહર્ષિ અત્રિ નું સપ્તઋષિ માં સ્થાન છે . અને અને માતા અનસૂયા સતીત્વ ના રૂપ માં વિધ્યમાન છે . ભગવાન દત્તાત્રેય ને બે ભાઈ હતા ઋષિ દુર્વાસા અને ચંદ્રમા પૌરાણિક ઇતિહાસ માં પવિત્ર અને પતિવ્રતા માં દેવી અનસૂયા અને તેના પતિ મહર્ષિ અત્રિ નું મુખ્ય સ્થાન છે . પૌરાણિક કથા અનુસાર એક સમય એ માતા અનુસૂયા ને ઈચ્છા થાય કે તેના ઘરે બ્રહ્મા.વિષ્ણુ.અને મહેશ જેવા પુત્ર ની પ્રાપ્તિ થાય તે માટે તેને કઠોર તપ કરવા માંડીયું આ જોઈ ત્રણેય દેવી સરસ્વતી. દેવી લક્ષ્મી , દેવી પાર્વતી ની ચિંત્તા મા વધારો થયો [ કારણ કે ભગવાન બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ જેવું સંસાર માં બીજું કોઈ છે જ નહીં ] આથી દેવીઓ ચિંત્તા માં મુકાણી ત્યાર બાદ દેવીઓ એ ત્રણેય દેવ ને પ્રાથના કરીકે તમે ત્રિદેવ ભૂલોક માં જાવ અને પવિત્ર અને પતિવ્રતા દેવી અનસૂયા ની આપ ત્રિદેવ પરીક્ષા કરો . આ વાત માની ત્રિદેવ પૃથ્વી લોક પર પધારિયા પછી ત્રિદેવો એ સન્યાસી...